VIDEO: મહેસાણામાં મેઘમહેર: બહુચરાજી અંડરપાસ ફરી પાણીમાં ગરકાવ
મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. બ

મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. બહુચરાજી રેલવે અંડરપાસમાં ફરી વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને કેટલાક વાહનોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. પ્રથમ જ ભારે વરસાદમાં ફરી આ સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે જેથી દર ચોમાસે સર્જાતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.




