VIDEO: મહેસાણાના કડીમાં આભ ફાટ્યું: એક જ રાતમાં ૯ ઇંચ વરસાદથી જળબંબાકાર, જિલ્લાના ૫ તાલુકાઓમાં મેઘમહેર
મહેસાણા જિલ્લાના 10માંથી 5 તાલુકામાં મેઘરાજાએ જોરદા

મહેસાણા જિલ્લાના 10માંથી 5 તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સૌથી વધુ અસર કડી તાલુકામાં જોવા મળી, જ્યાં એક જ રાતમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કડીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વિજાપુરમાં 3 ઈંચ, જોટાણામાં 1 ઈંચ, વિસનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.




