મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત સરકારે વધુ એક અધિકારીને કર્યા ઘરભેગા, ભ્રષ્ટાચારી ક્લાસ વન અધિકારીને કર્યા ડીસમીસ

ગુજરાત સરકારે વધુ એક અધિકારીને ડીસમીસ કર્યા છે. બે લાખના લાંચ કેસમાં અજમાયશી મદદનીશ નિયા

ગુજરાત સરકારે વધુ એક અધિકારીને કર્યા ઘરભેગા, ભ્રષ્ટાચારી ક્લાસ વન અધિકારીને કર્યા ડીસમીસ

ગુજરાત સરકારે વધુ એક અધિકારીને ડીસમીસ કર્યા છે. બે લાખના લાંચ કેસમાં અજમાયશી મદદનીશ નિયામક વર્ગ 1 નરેશ જાનીની સેવાઓ જૂન 2024 થી સરકાર દ્વારા સમાપ્ત કરવામાં આવી છે. 2022માં લાગેલા નરેશ જાની સુરતમાં વચેટીયા મારફતે લાંચ લીધી હતી.

ગુજરાત સરકારે ભ્રષ્ટાચારી સામે દાખલારૂપ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ભ્રષ્ટાચારી ક્લાસ વન અધિકારીને ડીસમીસ કર્યો છે. ખાણ ખનીજ વિભાગના નરેશ જાનીની લાંચ કેસમાં નોકરી ગુમાવી છે. એસીબીએ નોંધેલા લાંચે કેસને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. લાંચ કેસમાં ખાણ-ખનિજ વિભાગના નરેશ જાની જેલમાં છે. વચેટિયા થકી રેતી ખનન કરનારી મંડળી પાસે લાંચ લીધી હતી. આ કેસમાં નરેશ જાની ઉપરાંત વચેટિયા કપીલ પ્રજાપતિની ધરપકડ થઈ હતી.

આ સમાચાર શેર કરો