મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિમણૂંકને લઈને વિવાદ, સિનિયર અધ્યાપકે દાખલ કરી PMOમાં ફરિયાદ

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાપીઠના નવા નિમાયેલા કુલપતિ હર્ષદ પટેલ સામે વિદ્યાપીઠના જ સીનિયર

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિમણૂંકને લઈને વિવાદ, સિનિયર અધ્યાપકે દાખલ કરી PMOમાં ફરિયાદ

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાપીઠના નવા નિમાયેલા કુલપતિ હર્ષદ પટેલ સામે વિદ્યાપીઠના જ સીનિયર અધ્યાપકે રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિને ફરિયાદ કરી છે કે હર્ષદ પટેલની કુલપતિ તરીકેનો નિમણૂંક ખોટી રીતે થઈ છે. સત્તાને ગેરમાર્ગે દોરી ખોટી રીતે નિમણૂંક પત્ર મેળવ્યો છે. અધ્યાપકે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓને અને યુજીસીને તેમજ પીએમ ઓફિસમાં પણ ફરિયાદ મોકલી અધ્યાપકે આ મુદ્દે કોર્ટમાં કેસ દાખલ કરવા માટે પણ મંજૂરી માંગી છે.

 અધ્યાપકે  વિદ્યાપીઠના ટ્રસ્ટીઓને અને યુજીસીને તેમજ પીએમ ઓફિસમાં પણ ફરિયાદ

ગુજરાત વિદ્યાપીઠમાં નવું સત્તામંડળ આવ્યા બાદ નવા કુલપતિ કરીકે હર્ષદ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ એક પ્રોફેસરે ફરિયાદ કરી છે કે હર્ષદ પટેલની નિમણૂંક ખોટી રીતે થઈ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે વાસણા બીએડ કોલેજના એસોસિએટ પ્રોફેસર હર્ષદ પટેલ યુજીસીના નિયમો મુજબ કુલપતિ માટેનો દસ વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ ધરાવતા નથી.

અધ્યાપકે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે વિદ્યાપીઠમાં જ પ્રોફેસર લેવલ- ૧૪માં ૧૦ વર્ષનો તથા સીનિયર પ્રોફેસર લેવલ-૧૫માં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા અધ્યાપક હોવા છતાં પણ અને તેઓની કુલપતિ પદ માટે અરજી કરાઈ છે.

આ સમાચાર શેર કરો