મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હવે તો હદ્દ થઈ, ટાર્ગેટ પુરો કરવા દર્દીઓને બનાવાઈ રહ્યા છે ભાજપના સભ્યો! વિસનગર હૉસ્પિટલનો વીડિયો વાયરલ

દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બના

VIDEO:  હવે તો હદ્દ થઈ, ટાર્ગેટ પુરો કરવા દર્દીઓને બનાવાઈ રહ્યા છે ભાજપના સભ્યો! વિસનગર હૉસ્પિટલનો વીડિયો વાયરલ

દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ ના થતા હવે અવનવા હથકંડા અપનાવવામાં આવી રહ્યાં છે. વિસનગર સિવિલ હૉસ્પિટલમાં હવે દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે.  દર્દી પાસે મોબાઇલ માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ

વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવવામાં આવતા વિવાદ થયો છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી પાસે મોબાઇલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દર્દીને જાણ થતાં જ દર્દીએ હોબાળો મચાવ્યો હતો. વિવાદ બાદ સિવિલ કર્મીનો માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે. વિકુંભા દરબાર નામના દર્દીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.

આ સમાચાર શેર કરો