મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદર : બળેજ ગામે ખનીજ કાપવાના 6 કટર મશીન જપ્ત, માલિકે અધિકારી પર લગાવ્યો લાંચનો આરોપ

Controversy arises after the Minerals Department seizes six cutter machines in Balej village | પોરબંદરના બળેજ ગામે ખાણ ખનીજ વિભાગે ખનીજ કાપવાના 6 કટર મશીન જપ

પોરબંદર : બળેજ ગામે ખનીજ કાપવાના 6 કટર મશીન જપ્ત, માલિકે અધિકારી પર લગાવ્યો લાંચનો આરોપ

પોરબંદરના બળેજ ગામે ખાણ ખનીજ વિભાગે ખનીજ કાપવાના 6 કટર મશીન જપ્ત કરવા બાબતે વિવાદ સર્જાયો છે. આ કટર મશીનના માલિકે ખાણ ખનીજના અધિકારી એમ.એમ મોદી પર રૂ.1 લાખની લાંચ માંગવાનો આક્ષેપ કર્યો છે. પોરબંદરમાં મોટા પ્રમાણમાં ખનીજ ઉપલબ્ધ છે અને અનેક વેપારીઓ ખનીજના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખાણ ખનીજ વિભાગે બળેજ ગામે માલદે પરમાર વ્યક્તિના  6 કટર મશીન જપ્ત કરાતા વિવાદ સર્જાયો છે.

માલિકીના ખેતરમાં રાખેલા કટર મશીનો જપ્ત કર્યાના આક્ષેપ 

મશીન માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં SDM  દ્વારા કટર મશીન જપ્ત કરવામાં આવ્યાં હતા અને મશીન માલિક દ્વારા 09/08/24ના રોજ કાયદાકીય દંડ ભરી આપવામાં આવ્યો હતો, બાદમાં  માલિકીના ખેતરમાં કટર મશીનો રાખવામાં આવ્યા હતા તેમ છતાં પણ ખાણખનીજના અધિકારીઓ દ્વારા ફરીથી મશીન જપ્ત કરવાની કાર્યવાહી થતા મશીન માલિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મશીન માલિકે કલેક્ટર, ACB અને પોલીસને રજૂઆત

આ બાબતે મશીન માલિક માલદે પરમાર દ્વારા પોરબંદર જિલ્લા કલેકટર, A.C.B અને માધવપુર પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, હાલ તો પોરબંદરના ઘેડ પંથકમાં ખાણ ખનીજ અને મશીન માલિકના વિવાદ અંગે ચર્ચા ચરમસીમાએ થઈ રહી છે.

આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓએ મીડિયાને જવાબ દેવાનો ઇન્કાર કરીને ટૂંક સમયમાં પ્રેસનોટ જાહેર કરવાનું જણાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો