મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી, ક્યાંક વિવાદ તો ક્યાંક રી-કાઉન્ટીંગની માંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રાજ્યભરમાં થયેલી ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી, ક્યાંક વિવાદ તો ક્યાંક રી-કાઉન્ટીંગની માંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રાજ્યભરમાં થયેલી ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ તો ક્યાંક ત્રીજા પરિબળ તરીકે આપ પણ હતું. ત્યારે આ ચૂંટણીની મતગણતરીમાં ક્યાંક વિવાદ ઉભા થયા છે. તો ક્યાંક રી-કાઉન્ટીંગની માંગ પણ કરવામાં આવી છે. 

આણંદમાં રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ

આણંદની બોરિયાવી પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. જોકે, રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ થતાં મતગણતરી ટૂંક સમય માટે અટકી છે.

તળાજામાં રિકાઉન્ટિંગમાં પલટાયો ખેલ

ભાવનગરના તળાજા પાલિકા વોર્ડ નંબર 4માં રિકાઉન્ટિંગમાં પરિણામ બદલાઈ ગયું છે. રિકાઉન્ટિંગ બાદ કોંગ્રેસની પેનલની બદલે ભાજપનો વિજય થયો છે. જેના કારણે કોંગ્રેસનો જશ્નનો માહોલ શાંત થઈ ગયો છે અને ભાજપે જશ્ન શરૂ કર્યો છે.

ખેડામાં આચાર સંહિતાનો ભંગ

ખેડાના ચકલાસી પાલિકામાં જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયા ઉડાડી ઉજવણી કરી હતી.

ખેડબ્રહ્મામાં રી-કાઉન્ટિંગની માંગ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રી-કાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર 3 માં ફક્ત 30 મતોનું માર્જિન હોવાના કારણે રી-કાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે. 

હળવદમાં થઈ બબાલ

હળવદ વોર્ડ નંબર.3 નું પરિણામ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. માહોલ ઉગ્ર બનતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો.

માણસામાં રી-કાઉન્ટીંગ

માણસા વોર્ડ નંબર-3માં રી-કાઉન્ટિંગ કરાયું, કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા થતા ભાજપે રી-કાઉન્ટીંગ માંગ્યું હતું.

તળાજા રી-કાઉન્ટિંગમાં ભાજપ જીત્યો 

ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. અહીં રી-કાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે.

આ સમાચાર શેર કરો