VIDEO : “અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં ટાઈમ વેસ્ટ થશે” - જાણો કોણે કહ્યું આવું
Rajkot News : રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ગઈકાલે સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયતન

Rajkot News : રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ગઈકાલે સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરીયાએ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાડીયા શ્રદ્ધાંજલિના પ્રસ્તાવને રોકવા દલીલો કરી હતી અને કહ્યું હતું કે અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં ટાઈમ વેસ્ટ થશે. અગાઉ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાઈ ગયો હોવાથી સામાન્ય સભામાં શ્રદ્ધાંજલિ ન આપવા જણાવ્યું હતું. જોકે જિલ્લા પંચાયતના તમામ સભ્યો શ્રદ્ધાંજલિ આપવા સહમત થતા અંતે ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.




