રાજકોટમાં કન્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના, 9માં માળેથી પટકાતા શ્રમિકનું મોત
રાજકોટમાં ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. કન્ટ્રક્શન સાઇટના 9માં માળેથી નીચે પટ

રાજકોટમાં ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. કન્ટ્રક્શન સાઇટના 9માં માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત થયું હતું. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નવમા માળેથી શ્રમિક પટકાયો
રાજકોટમાં ન્યુ 150 ફૂટ રીંગ રોડ ઉપર અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલી ડાયમંડ હિલ્સ નામની સાઇટ ઉપર 14 માળનું બિલ્ડિંગ બની રહ્યું છે.ગઇકાલે રાત્રે સુવા માટે ગયેલા મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી શ્રમિક રાજુ નાનસિંહ વસુનીયા (ઉં.વ.29) એકાએક 9માં માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં શ્રમિકનું મોત થયું હતું.
આ પણ વાંચો: સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારનારો 20 વર્ષે ઝડપાયો, આડાસંબંધોની શંકાએ હત્યા કરી રહેતો આગ્રા
ડાયમંડ હિલ્સ સાઇટ ઉપર અંદાજિત 60 જેટલા શ્રમિકો કામ કરે છે. મોટાભાગના શ્રમિકો સાઇટ ઉપર જ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. શ્રમિકના મોત બાદ પોલીસે આ ઘટના કેવી રીતે બની તેને લઇને તપાસ હાથ ધરી છે.






