મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : માનવસેવા એ જ પ્રભુસેવા: અમદાવાદમાં દિવ્યાંગ વ્યક્તિની મદદ કરી ખાખીનું ગૌરવ વધારતા કોન્સ્ટેબલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાખીનો માનવતાવાદી ચહેરો જોવા મળ્યો છે. ગ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાખીનો માનવતાવાદી ચહેરો જોવા મળ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિષ્ણુજી દીપાજીએ દિવ્યાંગ વ્યક્તિની મદદ કરીને સૌના દિલ જીતી લીધા છે. સ્ટેડિયમમાં પહોંચેલા દિવ્યાંગ વ્યક્તિને અવરજવરમાં મુશ્કેલી પડતા કોન્સ્ટેબલે તેમને પોતાના હાથેથી ઊંચકીને સુરક્ષિત રીતે તેમની નિયત સીટ સુધી પહોંચાડ્યા હતા. પોલીસ જવાનની આ સંવેદનશીલ કામગીરીને લોકો દ્વારા ખૂબ બિરદાવવામાં આવી રહી છે. ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વિષ્ણુજી દીપાજીએ ખાખીનું ગૌરવ વધાર્યું છે અને સમાજને માનવસેવાનો સકારાત્મક સંદેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો