VIDEO: ગુજરાતમાં વધુ એક જગ્યાએ ટ્રેન ઉથલાવવાનું કાવતરું, લોકો પાયલોટની સમય સૂચકતાથી ટળી મોટી દુર્ઘટના
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. સુરતના કીમ પછી હવે ગુજરાતમાં

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. સુરતના કીમ પછી હવે ગુજરાતમાં બોટાદમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ સામે આવ્યું છે. જોકે, લોકો પાયલોટની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
બોટાદમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરૂં
ઓખાથી ભાવનગર જતી ટ્રેન નંબર 19210ને બોટાદના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર એન્જિન બંધ થયાની ઘટના બની હતી. અચાનક એન્જિન બંધ થતા ટ્રેન ત્રણ કલાક જેટલી સ્થળ પર પડી રહી હતી. તે બાદ બીજુ એન્જિન મંગાવીને ગાડીને રવાના કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર રેલવે ટ્રેક પર કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ચાર ફૂટ જેટલા પાટાનો ટુકડો ઉભો રાખવામાં આવ્યો હતો જેને કારણે એન્જિનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે અધિકારીઓ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા સર્વેલન્સ કરીને રેલવે ટ્રેકની ચકાસણી કરવામાં આવી હતી.






