યુવકોને ધર્મ પરિવર્તન કરાવાના ષડયંત્રનો પર્દાફાશ, મૌલવી પાસેથી હિન્દુ નેતાને મારવાની 1 કરોડની ખંડણી લેનાર ઝડપાયો
સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની એક કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. આ મામલે મૌલવી સાથે સંપર્કમાં રહેલા ર

સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની એક કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. આ મામલે મૌલવી સાથે સંપર્કમાં રહેલા રાજસ્થાન બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુબકરની ક્રાઇમબ્રાંચે રાજસ્થાનથી લઈ આવી ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ મંગાયા હતાં. જો કે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં હિન્દુ યુવકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે.
લગ્ન માટે ધર્મ પરિવર્તન
અશોક ઉર્ફે અબુબકરને આજે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જો કે, 7 દિવસના રિમાન્ડ અપાયા છે. પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મપરિવર્તન કરી અબુબકર બની ગયો હતો. બિકાનેરનો અશોક સુથાર સોશિયલ મીડિયા થકી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અશોક સુથાર પાકિસ્તાનની યુવતીના પ્રેમમાં પાગલ બની ગયો હતો. જેના કારણે તેણે લગ્ન કરવા સુધીની વાત કરી દીધી હતી.યુવતીએ તેને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હોય તો પહેલા ઈસ્લામ શીખવું પડે, આથી અશોક સુથાર દિલ્હીની મસ્જિદમાં એક વર્ષ પહેલા ઈસ્લામ શીખીને ધર્મપરિવર્તન કર્યુ હોવાની વાત સામે આવી છે. પોતાના ધર્મપરિવર્તન બાબતે અશોક સુથારે તેના પરિવારથી પણ છુપાવી હતી.
અશોક ઘરે જતો તો હિંદુ બની જતો
અશોક સુથાર ઉર્ફે અબુબકર તેના ઘરે રાજસ્થાન જતો ત્યારે હિંદુ બની જતો હતો. આરોપી અશોક સુથાર સોશિયલ મીડિયાથી કઠોરના મૌલવી મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલના સંપર્કમાં આવ્યો હતો. મૌલવી સોહેલની ચેટમાંથી કેટલાક મેસેજ પણ મળ્યા હતા. જેના કારણે પોલીસ રાજસ્થાન તેના ઘરે પહોંચી હતી.મૌલવી સોહેલે હિન્દુ નેતા ઉપદેશ રાણાનો ફોટો વોટસએપ પર મોકલી એક કરોડ રૂપિયાની સોપારી અશોક સુથાર ઉર્ફે અબુબકરને આપી હતી. વળી અબુબકરે આ સોપારી લઈ કામ કરવાની પણ તૈયારી બતાવી હતી.
પાકિસ્તાનના 40 નંબર મળ્યા
અશોક સુથાર ઉર્ફે અબુબકરે પાકિસ્તાનની 8 યુવતીઓની સાથે ચેટિંગ કરતો હતો અને કેટલીક યુવતીઓ સાથે તો તેણે લગ્ન કરવા સુધીની પણ તૈયારી બતાવી હતી. અશોક સુથાર ઉર્ફે અબુબકરના મોબાઇલ ફોનમાંથી પાકિસ્તાનના 40થી વધુ નંબરો મળી આવ્યા છે. તે પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટ સરફરાજ ડોગરના પણ સંપર્કમાં હોવાની વાત છે. આવતીકાલે આ મામલે ક્રાઇમબ્રાંચ મોટા ખુલાસા કરે તેવી પણ શકયતા છે.








