મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: રાજ્યમાં નવા વર્ષથી કોંગ્રેસનું મહા જનસંપર્ક અભિયાન શરૂ થશે, સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે વિપક્ષ એક્શન મોડમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે

Ahmedabad news: રાજ્યમાં નવા વર્ષથી કોંગ્રેસનું મહા જનસંપર્ક અભિયાન શરૂ થશે, સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે વિપક્ષ એક્શન મોડમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કિસાન અને જન આક્રોશ યાત્રાના સફળ પ્રથમ ચરણ બાદ, હવે નવા વર્ષથી સમગ્ર રાજ્યમાં મહા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરો ૧૦૯૦ જિલ્લા પંચાયત બેઠકો અને ૧૭ કોર્પોરેશનના દરેક વોર્ડમાં ઘરે-ઘરે જઈ પ્રજાના પ્રશ્નો સાંભળશે. તેમજ જાન્યુઆરીના અંત સુધીમાં પક્ષનું નવું સંગઠન માળખું પણ જાહેર કરવામાં આવશે. ભાજપ શાસિત સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને જનતાની પડતર માંગણીઓને લઈને કોંગ્રેસ હવે આરપારના જંગના મૂડમાં દેખાઈ રહી છે.

ગૃહ અને નાણાં વિભાગ વચ્ચે સંકલનના અભાવનો આક્ષેપ

તો બીજી તરફ રાજ્યની સુરક્ષા કરતા એક લાખથી વધુ પોલીસ કર્મીઓના ડિસેમ્બર-2025ના પગાર ગ્રાન્ટના અભાવે અટકી પડતા રાજકારણ ગરમાયું છે. સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, રાજ્યની સલામતી માટે જે પોલીસ રાત-દિવસ જોયા વગર કામ કરે છે, તેમના માટે ગ્રાન્ટ કેવી રીતે ખૂટી શકે? ગૃહ અને નાણાં વિભાગ વચ્ચે સંકલનના અભાવનો આક્ષેપ કરતા કોંગ્રેસે સરકાર પાસે આર્થિક સ્થિતિ પર શ્વેતપત્રની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો