રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા કોંગ્રેસ ગાંધીનગર કરશે કુચ, વિધાનસભાનો કરાશે ઘેરાવ
રાજકોટમાં તંત્રની દબાણની કામગીરીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

રાજકોટમાં તંત્રની દબાણની કામગીરીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે તંત્ર નાના દબાણોને દૂર કરવાની વાતો કરે છે, પરંતુ મોટા માથાઓ સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.
આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું કે આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. સાથે જ તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિતો અને ન્યાય માટે ગાંધીનગર સુધી કુચ કરશે. સુરત, મોરબી અને વડોદરાના પીડિતોને મળીને ગાંધીનગર કુચની તારીખ જાહેર કરવામાં આવશે.
ભાજપના મોટા નેતાઓને બચાવી રહી છે સરકાર - જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે સરકાર સાગઠિયા જેવી માછલીને પકડીને સરકાર મગરમચ્છોને બચાવી રહી છે. આખી ઘટનાનું ઠીકરૂ સાગઠિયા પર ફોડીને સરકાર ભાજપના મોટા નેતાઓને બચાવી રહી છે. જીગ્નેશ મેવાણીએ ભાજપના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરીને ફોડવાની કોશિશ કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.






