VIDEO:નાસીરનગર ડિમોલિશન મામલે કોંગ્રેસનું ધરણું, પીડિતોને ન્યાયની માંગ
સુરતના નાસીર નગર ખાતે ૧૦૦થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી દેવાના વિરોધમાં અને અસરગ્રસ્

સુરતના નાસીર નગર ખાતે ૧૦૦થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી દેવાના વિરોધમાં અને અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ ગેરકાયદેસર ડિમોલિશનને કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હોવા છતાં ૧૩ દિવસ વીતી જવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ અને પીડિતો ધરણા પર બેસીને કસૂરવારોને સજા અને ન્યાયની માંગ કરી રહ્યા છે.




