VIDEO:સુરતમાં કપચીના ભાવમાં ધરખમ વધારો: બાંધકામ થશે મોંઘું
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની વૈશ્વિક અસરોને પગલે સુરત જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર માટે મ

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની વૈશ્વિક અસરોને પગલે સુરત જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર માટે માઠા સમાચાર સામે આવ્યા છે. યુદ્ધના કારણે બ્લાસ્ટિંગમાં વપરાતા એક્સપ્લોઝિવ મટિરિયલના ભાવમાં ૨ થી ૩ ગણો વધારો થવાની સાથે પેટ્રોલ-ડીઝલ અને સ્પેરપાર્ટ્સ પણ મોંઘા થતા સુરત જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા કપચીના ભાવમાં પ્રતિ ટન ૫૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ૭૫૦ થી ૮૦૦ રૂપિયાની આસપાસ મળતી કપચી હવે મોંઘી થશે, જેના કારણે સ્થાનિક સ્તરે બાંધકામ ખર્ચ વધવાની શક્યતા છે.




