VIDEO: સુરતના પુણા વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા
સુરતના પુણા વિસ્તારમાં આવેલી મહાનગર પાલિકાના લેક ગાર્ડન પાસે જાહેરમાં એક યુવક

સુરતના પુણા વિસ્તારમાં આવેલી મહાનગર પાલિકાના લેક ગાર્ડન પાસે જાહેરમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ હુમલામાં 25 થી 30 વર્ષીય કરણ વિક્રમભાઈ વાઘેલા નામના યુવકને બે થી ત્રણ અજાણ્યા ઈસમોએ ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પુણા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ લોહીયાળ ખેલ પ્રેમ પ્રકરણના કારણે ખેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



