Surat news: પુણા વિસ્તારમાં સામાન્ય બાબતે યુવકને છ થી સાત લોકોએ જાહેરમાં માર માર્યા પછી કર્યું અપહરણ
રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવી સ્થિતિ સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફિલ્મી ઘટના બની છે. પુણા વિસ્તારમાં એક યુવકનું છ થી સાત લોકોએ જાહેરમાં માર માર્યા પછી કારમાં જબરજસ્તીથી બેસાડીને અપહરણ કરી લીધું હતું.
જૂની અદાવતને લઈને આ કૃત્ય કરાયું હોવાની ચર્ચા
કુરિયર આપવા માટે આવેલ યુવક સાથે જૂની અદાવતને લઈને આ કૃત્ય કરાયું હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટનાનો વિઝ્યુઅલ સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે, જે બાદ પોલીસ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં પોલીસની કામગીરીને લઈ સવાલો ઉભા થયા છે.




