મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળતા ચકચાર

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીકથી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીકથી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઓમકાર રેસીડેન્સી પાસે પાર્ક કરેલી આ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા અંદરથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો. હાલ પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડીને આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચાર શેર કરો