મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડો. આંબેડકર વિષેની ટિપ્પણીને લઈને કોંગ્રેસનો વિરોધ, આણંદ ક્લેક્ટરને અપાયું આવેદનપત્ર

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્ય સભામાં ડો. ભીમરાવજી આંબેડકર વિષે કરેલી ટિપ્

ડો. આંબેડકર વિષેની ટિપ્પણીને લઈને કોંગ્રેસનો વિરોધ, આણંદ ક્લેક્ટરને અપાયું આવેદનપત્ર

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્ય સભામાં ડો. ભીમરાવજી આંબેડકર વિષે કરેલી ટિપ્પણી કરી હતી. જેના વિરોધમાં આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ, આણંદ શહેર કોંગ્રેસ સમિતિ, વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિ અને કરમસદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં RTEના વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી વિગત આપી લીધા એડમિશન, શાળાએ માગી ફી

લાગણી દુભાયાની રજૂઆત

ડો. આંબેડકર વિષે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી અમિત શાહે અભદ્ર ટિપ્પણી કરી કહ્યું હતું કે "આજકાલ આંબેડકર આંબેડકર આંબેડકર આંબેડકર એ એક ફેશન થઈ ગઈ છે. તેના કરતાં જો ભગવાનનું નામ બોલાય તો સાત જન્મો સુખી થવાય" આવી ટીપ્પણી કરવાથી ભારતના તમામ દલિત પીડિતોની લાગણી દુભાવી છે તથા ડો. બાબા સાહેબનું ઘોર અપમાન કરેલ છે, જે જરા પણ ચલાવી લેવાય નહીં કે, સાંખી શકાય નહીં. તેમના શબ્દોથી સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિના લોકોની લાગણી દુભાવી છે અને તેમના આત્મસન્માનને હાની પહોંચાડી છે. 

રાજીનામાની માગ

ગૃહમંત્રી અમિતભાઈને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી તેમજ સરકારના તમામ હોદ્દા અને કાર્યોમાંથી રુક્ષત આપવી જોઈએ. તાત્કાલિક ધોરણે રાજીનામું લઈ લેવું જોઈએ તથા તેમની સામે દેશમાં વર્ગ વિગ્રહ અને તંગદીલી સર્જવા બદલ કાનૂની રાહે કોર્ટ કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી માંગ ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો