અફિણ કેસમાં કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારીની અટકાયત, ધરપકડના ફોટા આવ્યા સામે
રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અ

રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સાંસદ ગેનીબહેનના અંગત ગણાતા ઠાકરશી રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે અટકાય કરી હતી.
ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરશી રબારીને એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે અટકાયત કરી હતી. રાજસ્થાનની પિંડવાડા પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં ઠાકરશીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસીનો વીડિયો જાહેર કર્યો છે. અગાઉ 9 એપ્રિલે મધ્યપ્રદેશના બે આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ મળ્યો હતો. મઘ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરસી રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરસી રબારીની ધરપકડ થઇ છે.






