મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસના નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં મૂક્યો ભ્રષ્ટાચારનો આરોપ, વાહન રસ્તામાં જ બેસી ગયું

રાજકોટના વોર્ડ નંબર 13માં સ્વામિનારાયણ ચોક ખાતે રસ્તાના સમારકામ (થીગડા)ના કામમાં ભ્રષ્ટાચાર

કોંગ્રેસના નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં મૂક્યો ભ્રષ્ટાચારનો આરોપ, વાહન રસ્તામાં જ બેસી ગયું

રાજકોટના વોર્ડ નંબર 13માં સ્વામિનારાયણ ચોક ખાતે રસ્તાના સમારકામ (થીગડા)ના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરનો આરોપ છે કે, નવા બનેલા રસ્તા પર મેટલનું કામ યોગ્ય રીતે ન થતાં એક મેટાડોર વાહન અંદર ખૂંપી ગયું હતું, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

શું હતી ઘટના? 

સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં ખાડા પડેલા રસ્તામાં થીગડા મારી રોડ સરખો કરવામાં આવ્યો હતો. જોકે, આ થીગડામાં પણ કામની ગુણવત્તા જળવાઈ ન હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કારણ કે, નવા બનેલા રોડ પરથી પસાર થતી એક મેટાડોર અચાનક રોડની અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ પર માત્ર ડામરનું પાતળું પડ પાથરવામાં આવ્યું હતું અને નીચે મેટલનું કામ કરવામાં આવ્યું ન હતું.

આ સમાચાર શેર કરો