VIDEO: Rajkotમાં બિસ્માર રોડ-રસ્તાને લઈ મનપાની જનરલ બોર્ડમાંથી વિપક્ષનું વોકઆઉટ
VIDEO: રાજકોટ શહેર મનપાનું આજે જનરલ બોર્ડ હતું. પરંતુ વરસાદ બાદ ખરાબ
VIDEO: રાજકોટ શહેર મનપાનું આજે જનરલ બોર્ડ હતું. પરંતુ વરસાદ બાદ ખરાબ રોડ-રસ્તા અને મહિલાઓનાં સતત અપમાન મામલે આજે કોંગ્રેસે વિરોધ નોંધાવીને બોર્ડમાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
જનરલ બોર્ડમાં કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠિયા, કોમલ ભારાઈ અને મકબૂલ દાઉદાણીએ વિરોધ કર્યો હતો. ભાજપ પક્ષમાં મહિલા નેતાઓની થતી સતત અવગણના મામલે વિરોધ નોંધાવ્યો હતો. ખરાબ રોડ-રસ્તાનું નિરાકરણ ક્યારે ? રોડ રસ્તાઓ રિપેરિંગની માંગ સાથે વિરોધ કર્યો હતો. જે બાદ ભાજપ કોર્પોરેટર નિલેશ જલુએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ન થતું હોવાની રજૂઆત અધ્યક્ષને કરી હતી. સ્વરછ ભારત મિશન સાર્થક થતું ન હોવાનું ભાજપ કોર્પોરેટરે જણાવ્યું હતું. ખુદ શાસક પક્ષની રજૂઆત બાદ મનપાના વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.



