મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોળકા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી, મેવાણી સહિતના આગેવાનોએ ભાજપ પર કર્યા પ્રહાર

અમદાવાદના ધોળકા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના અનેક પ્રશ્નોને વાચા આપવ

ધોળકા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી, મેવાણી સહિતના આગેવાનોએ ભાજપ પર કર્યા પ્રહાર

અમદાવાદના ધોળકા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના અનેક પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા જન આક્રોસ રેલી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ ધોળકાના ટાવર બજાર ખાતે સભા યોજવામાં આવી હતી. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સભાને સંબોધતા જીગ્નેશ મેવાણીએ ધોળકા નગરપાલિકા તથા ભાજપ અને આરએસએસ ઉપર અનેક પ્રહારો કર્યા હતા.

ધોળકા શહેરમાં ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાઓના મુદ્દે કોંગ્રેસ ફાઇટર ગ્રુપ દ્વારા 'પીડિત પુકાર રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાયેલી આ રેલીનો પ્રારંભ પાર્શ્વનાથ સર્કલથી થયો હતો.

રેલીની શરૂઆતમાં નેતાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ રેલી કલિકુંડ સર્કલ, વીજ કચેરી, નવી નગરપાલિકા અને મોહંમદી સ્કૂલ થઈને ટાવર બજાર ચોક સુધી પહોંચી હતી, જ્યાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો