લોકસભા ચૂંટણી : રાજકોટ બેઠક પર રૂપાલા અને ધાનાણી વચ્ચે જંગ જામશે, કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર
Congress give ticket Paresh Dhanani for Rajkot seat in lok sabha election 2024 | એક તરફ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાર

એક તરફ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આખરે આજે કોંગ્રેસે ગુજરાતની બાકી રહેલ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, ભાજપ અગાઉ ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે 13 એપ્રિલે લોકસભાના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના ચાર લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણના પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસે ચંદીગઢના એક, હિમાચલ પ્રદેશના બે અને ઓડિશાના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ટિકિટ આપી
કોંગ્રેસે શનિવારે મોડી સાંજે ગુજરાતની બાકી રહેલ ચાર બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, નવસારીથી નૈષધ દેસાઇને મેદાનમાં ઉતાર્યા છે.
તમને જણાવી દઈએ કે, રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેને લઈને રાજ્યભરમાં રૂપાલા વિરુદ્ધ વિરોધ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો, પરંતુ ભાજપ ટસની મસ થઈ નથી. ત્યારે હવે કોંગ્રેસે આ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. પરિણામે હવે જોવાનું એ રહેશે કે, આ બેઠક પર કોણ બાજી મારશે.






