મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RAJKOT / કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારીપત્ર

Lok Sabha Elections 2024: ગુજરાતની તમામ બેઠકો પર આજે(19મી એપ્રિલ) ઉમેદવાર

RAJKOT / કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારીપત્ર

Lok Sabha Elections 2024: ગુજરાતની તમામ બેઠકો પર આજે(19મી એપ્રિલ) ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે.

ફોર્મ ભરતા સાથે પરેશ ધાનાણીએ સોગંદનામું રજૂ કર્યું હતું. પરેશ ધાનાણી અને પત્ની  પાસે રૂ.1.25 કરોડની સ્થાવર મિલકત હોવાનું સામે આવ્યું છે. 

પરેશ ધાનાણી પાસે 55.88 લાખની જંગમ મિલકત અને પત્ની પાસે 28.13 લાખની મિલકત છે.

વર્ષ 2022-23માં તેમની આવક 12.69 લાખ રૂપિયાની હતી, અને  પત્નીની આવક 4.49 લાખની રહી છે.

પરેશ ધાનાણી પાસે 1.40 લાખ રોકડ પડી છે, જ્યારે તેમના પત્ની પાસે 1.56 લાખ રૂપિયા રોકડા છે. 

કરોડોની સંપત્તિ છતા પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે ફોર વ્હીલર નથી. પુત્રીના નામે એક ટુ-વ્હીલર છે.

સોના ચાંદીના દાગીનાની વાત કરીએ તો પરેશ ધાનાણી પાસે વડીલોપાર્જિત 120 ગ્રામ સોનું છે, જેની બજાર કિંમત અંદાજિત 7.92 લાખ થાય છે. તેમના પત્ની પાસે વડીલોપાર્જિત 260 ગ્રામ સોનું છે,  જેની બજાર કિંમત 17.16 લાખ રૂપિયા છે. 

પુત્રીના નામે 2.64 લાખનું 40 ગ્રામ અને બીજી પુત્રીના નામે 1.32 લાખનું 20 ગ્રામ સોનું છે. 

આ સમાચાર શેર કરો