VIDEO: 14 કરોડની સંપત્તિ દર્શાવનાર કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ કરી દાનની અપીલ
સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાં બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. ત

સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાં બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. તો બીજી તરફ નવસારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ચૂંટણી લડવા માટે લોકો પાસે દાનની અપીલ કરી છે.
વાયરલ થઈ રહેલા વીડિયામાં નૈષધ દેસાઈ જણાવે છે કે, 'જાણો છે કે દુનિયામાં પહેલી વખત કોઈ રાજકીય પક્ષ એવા કોંગ્રેસના બેંક એકાઉન્ટ ચૂંટણી પહેલા સીલ થયા હોય તેવો પ્રસંગ બન્યો છે. અત્યારે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણીને ભાજપે ખૂબ જ ખર્ચાળ બનાવી દીધી છે. તેથી મારો ક્યુઆર કોડ અને બેંક એકાઉન્ટની વિગતો રજૂ કરી છે. જેથી મતદાન પહેલા તમારા આર્શીવાદ સાથે મને દાન આપવા પ્રાર્થના કરૂ છું.'
તમને જણાવી દઈએ કે, નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં 14 કરોડની સંપત્તિ દર્શાવી છે.






