VIDEO: 'પોલીસવાળા ગામમાં આવીને કોઈ ધાક ધમકી આપતાં હોય તો કહેજો'- ગેનીબેન ઠાકોર
બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વારંવાર ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત તે પોતાના નિવેદન

બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વારંવાર ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત તે પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે.પાલનપુરના સામઢી ગામે જાહેરસભામાં ગેનીબેને પોલીસ પર નિશાન સાધ્યું છે.
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ચેતવણી
બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે એક જનસભાને સંબોધતા પોલીસને ચેતવણી આપી હતી. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનોના ફોન લઇ તમારે કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી.
ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, "5-10 કે 15 ફરિયાદ થઇ જાય તો બાપુ તૈયારી રાખજો, એમાં આપડે કઇ થવાનું નથી. પોલીસવાળા ગામમાં આવીને કોઇ ધાક ધમકી આપતાં હોય તો પણ કહેજો, તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી.8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મુકવાની વાતો કરશે અને તમને ફુલાવશે પણ તમારે નોકરી 58 વર્ષ કરવાની છે. આટલી બાબત ધ્યાનમાં રાખજો, અમે ગાંધી વિચારધારાવાળા છીએ કાયદો વ્યવસ્થા ને માનીએ છીએ છતાં એ જો તમે કાયદાને ઓવરટેક કરશો અને કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર નહીં લાગે."






