મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સર'ની કાતર ફરી જશે, વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠતા યુનિટી માર્ચ કોરાણે મૂકીને મતદાન બુથો પર દોડ્યા

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાનને લીધે મતદારોમાં અફરાતફરીનો

'સર'ની કાતર ફરી જશે, વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠતા યુનિટી માર્ચ કોરાણે મૂકીને મતદાન બુથો પર દોડ્યા

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાનને લીધે મતદારોમાં અફરાતફરીનો માહોલ છે. જોકે આ વખતે ફોર્મ નહીં ભરે તો મતદારનું નામ મતદારયાદીમાંથી કમી થખઈ જશે. આ જોતાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને સરની કાતર ફરી વળશે તેવી ચિંતા પેઠી છે. જો સમર્થક મતદારોની સંખ્યા ઘટી જાય તો વર્તમાન ધારાસભ્ય કે સાસંદને હવે પછીની ચૂંટણીમાં હાર ભાળ પડે તેવી દશા થઈ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં મતદરા યાદીની સાફ સફાઈ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં તો ભાજપના ધારાસભ્યો-કાર્યકરો યુનિયી માર્ચમાં વ્યસ્ત હતાં, જ્યારે વિપક્ષ કોંગ્રેસ આક્રોશ રેલીમાં ઓળઘોળ છે. પરિણામે સ્થિતિ એવી સર્જાઈ છે કે મતદારો જાણે રેઢા મુકાયા હતાં. હવે જ્યારે અફરાતફરીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મતદારો ફોર્મ ભરવાને લઈને આમતેમ ભટકી રહ્યાં છે.

6 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી 

લોકો ધારાસભ્યથી માંડીને કોર્પોરેટર પર રોષ ઠાલવી રહ્યાં છે. આ સંજોગોમાં હવે 4 ડિસેમ્બર સુધી જ મતદારો ફોર્મ ભરી શકશે.ક્યાંક વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ નથી. અત્યાર સુધીમાં રાજ્યભરમાંછી કુલ 6 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે. એવું અનુમાન લગાવવામાં આલી રહ્યું છે કે તમામ વિધાનસભા બેઠકો પર મોટો ઉલેટફેર થશે અને તેની અસર આગામી ચૂંટણીઓ પર વર્તાઈ રહ્યો છે.

આ કારણોસર યુનિટ માર્ચ કોરાણે મૂકી ભાજપ પ્રદેશ પ્રમુખથી માંડીને કેબિનેટ-રાજ્યકક્ષાના 13 મંત્રીઓ રવિવારે મતવિસ્તારોમાં મતદાન બુથો પર દોડ્યાં હતાં. જ્યાં સરની પ્રક્રિયા નિહાળી મતદારો ફોર્મ ભર્યા વિના ન રહી જાય તેની કાળજી દાખવી હતી. સમર્થક મતદારો ફોર્મ ભર્યા વિના રહી ન જાય તે માટે ધારાસભ્યો-સાસંદોએ તો સ્થાનિક નેતા-સક્રિય કાર્યકરોને કામે લગાડ્યાં છે. 

BLO પર કામના ભારણને કારણે તણાવમાં

મતદાર યાદી સુધારણાને લઈને સમગ્ર ગુજરાતમાં કવાયત આરંભાઈ છે, ત્યારે BLO ચૂંટણીલક્ષી કામગીરીને લઈને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. જેમકે દરેક BLOને રોજના 50થી વધુ મતદાતાના ફોર્મ ફરવા ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત ઘરે ઘરે જઈને મતદારોને શોધવાના ઓનલાઈન એન્ટ્રી કરવા દબાણ કરાઈ રહ્યું છે. એટલુંજ કલેક્ટર કચેરી, ચૂંટણીપંચ દ્વારા દર કલાકે કેટલાં ફોર્મ ભરાયા તેનો હિસાબ લેવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો