મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકાના કોર્પોરેટર અમિત રાજપુત વિરુદ્ધ કમિશનરને ફરિયાદ, પોલીસે બિલ્ડર-મિત્રોના 6 કલાક લીધા નિવેદન

સુરતમાં ડાયરીઓ આધારે કરોડોના ખેલ કરવામાં માહિર સુમિત ગોયેન્કા, ભાજપના કોર્પોરેટર અમિતસિંહ

સુરત પાલિકાના કોર્પોરેટર અમિત રાજપુત વિરુદ્ધ કમિશનરને ફરિયાદ, પોલીસે બિલ્ડર-મિત્રોના 6 કલાક લીધા નિવેદન

સુરતમાં ડાયરીઓ આધારે કરોડોના ખેલ કરવામાં માહિર સુમિત ગોયેન્કા, ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત અને બે કોર્પોરેટરોના પતિ સહિત 9 જણાએ ગોડાદરાના બિલ્ડરને કારમાં બેસાડી અપહરણ કરી જન સંપર્ક કાર્યાલય પર લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે બિલ્ડર પ્રમોદ રાજેન્દ્ર ગુપ્તાએ ગોડાદરા પોલીસમાં અરજી આપી હતી. આ અરજીની તપાસ ડી ડિવીઝનના એસીપીને સોંપવામાં આવી છે.

એસીપી સામે નિવેદન લેવાયા

મંગળવારે સવારે 11.30 વાગ્યે બિલ્ડર પ્રમોદ ગુપ્તા અને તેનો મિત્ર અમિત શર્મા એસીપી સમક્ષ પોતાના નિવેદનો લખાવવા પહોંચ્યા હતા. એસીપીએ 6 કલાક સુધી બિલ્ડર અને તેના મિત્રના નિવેદનો લીધા હતા. વળી નિવેદનોનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હોવાની વાત ખુદ બિલ્ડરે કરી છે. સોમવારે પોલીસે ગોડાદરામાં રાધામાધવ માર્કેટના સીસીટીવી કેમેરાના ફુટેજ લીધા છે.

કોર્પોરેટર સહિત 10 નામ ખુલ્યા

એસીપી વી.એમ.જાડેજાએ કહ્યું કે, બિલ્ડરે કરેલી અરજીમાં કોર્પોરેટર અમિતસીંગ રાજપુત સહિત 10ના નામો લખ્યા છે. તેઓની અરજીની બાબતે હવે પૂછપરછ કરાશે. 12મીએ બપોરે કોર્પોરેટર અમિતસીંગ રાજપુત, મહિલા કોર્પોરેટરના પતિ મથુર બલદાણીયા તેના 5 માણસો સાથે ગોડાદરામાં રાધા માધવ માર્કેટમાં બિલ્ડરની ઓફિસમાં ગેરકાયદે ઘુસી ગયા હતા. તે સમયે બિલ્ડર ઓફિસમાં ન હતો. પછી સિક્યુરીટી ગાર્ડએ બિલ્ડર દુકાનની વિઝિટ પર ગયા એવું કહેતા મથુર અને રીન્કુસીંગ લીફટમાં છઠા માળે જઈ બિલ્ડરને અપશબ્દો બોલી લીફ્ટમાં માર માર્યો હોવાની વાત કરી છે. કોર્પોરેટર અમિતસીંગ ગળું દબાવ્યું હોવાનો આરોપ લગાડ્યો છે.

આ સમાચાર શેર કરો