'તેઓ મને જબરબદસ્તીથી કારમાં લઈ જતા'.. જૂનાગઢ સિવિલના ડોક્ટર સામે યુવતીની દુષ્કર્મની ફરિયાદ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક ડોક્ટર સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલન

જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક ડોક્ટર સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલના જાણિતા ડોક્ટર કેતન પરમાર સામે 21 વર્ષીય યુવતીએ ફરીયાદ નોંધાવી છે.
કેતન અને યુવતી વચ્ચે મિત્રતા થઈ
યુવતી શહેરના ઝાંઝરડા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરતી હતી, અને તે જ હોસ્પિટલમાં કેતન પરમાર ઓપરેશન કરવા જતો હતો. કેતન અને યુવતી વચ્ચે મિત્રતા થઈ હતી. કેતને ભોગ બનનાર યુવતીના મોબાઇલ નંબર મેળવી વાતચીત શરૂ કરી હતી.
કારમાં સંખ્યાબંધ વખત બળજબરી પૂર્વક લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ
ડોક્ટરે યુવતી સાથે ધીમે ધીમે સંબધ વધારીને પ્રેમજાળમા ફસાવી હતી, ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે કારમાં સંખ્યાબંધ વખત બળજબરી પૂર્વક લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હતું. ડો. કેતન પરમાર સામે બળાત્કાર,ધાક ધમકીનો સહિતો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢ તબીબી જગતમાં ચકચાર મચી ગઈ છે.






