રાજકોટ: સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો પર નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ બે સંતો પર કલંક લાગ્યું છે. જ્યાં ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ બે સંતો પર કલંક લાગ્યું છે. જ્યાં ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટની એક મહિલાએ ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળનાના બે સંતો પર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા મહિલા પીએસઆઇ અને આઇયુસીએડબ્લ્યું યુનિટના પીઆઈએ તપાસ શરૂ કરી છે.
તાજેતરમાં વડતાલમાં સ્વામી પર પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર યુવતીએ વડોદરાના વાડી પોલીસ મથકમાં વડતાલના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવતીના કહેવા મુજબ વર્ષ 2016માં જગતપાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને વડોદરામાં આવેલા વાડી સ્વામિનારાયણ મંદિરે બોલાવી હતી અને ત્યારબાદ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ફરિયાદમાં જગતપાવન સ્વામીની મદદ કરનાર મંદિરના અન્ય સાધુઓના નામ પણ લખાવ્યાં છે. જગતપાવન સ્વામીએ યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના પણ આક્ષેપ યુવતીએ કર્યા હતા.






