મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કુખ્યાત બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભૂપીના વીડિયો બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: PCBના કર્મચારીની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. કુખ્યાત બ

કુખ્યાત બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભૂપીના વીડિયો બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: PCBના કર્મચારીની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. કુખ્યાત બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભૂપીના વીડિયો બાબતે ગુનો નોંધાયો છે. પોલીસની સામે કરવામાં આવેલા આક્ષેપને લઈને ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસના ASI કલ્યાણ સિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. ભુપેન્દ્ર ઉર્ફે ભૂપી મારવાડી તેમજ 4 યુટ્યુબ ચેનલના સંવાદદાતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી ભુપેન્દ્ર મારવાડીને મળ્યા ન હોવા છતાં તેણે આક્ષેપ કર્યા હતા. ઇન્ટરવ્યૂમાં તેણે ફરિયાદી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જે આક્ષેપોની ખરાઈ કર્યા વિના જ મીડિયામાં ચલાવનાર સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી ભુપેન્દ્ર પાસે મહિને સાડા સાત લાખ રૂપિયા માંગતા હોય જેની અદાવતમાં કેસ કરાયો હોવાનો વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો