મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: અમેરિકાના વિઝા મેળવવા માટે બનાવટી ડિગ્રી રજૂ કરનાર યુવક સામે નોંધાઈ ફરિયાદ

વિદેશ જવાની, ખાસ કરીને અમેરિકા સ્થાયી થવાની ઘેલછામાં લોકો હવે ગંભીર ગુનાહિત રસ્તાઓ

Ahmedabad: અમેરિકાના વિઝા મેળવવા માટે બનાવટી ડિગ્રી રજૂ કરનાર યુવક સામે નોંધાઈ ફરિયાદ

વિદેશ જવાની, ખાસ કરીને અમેરિકા સ્થાયી થવાની ઘેલછામાં લોકો હવે ગંભીર ગુનાહિત રસ્તાઓ અપનાવતા પણ અચકાતા નથી. અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અમેરિકાના વિઝા મેળવવા માટે જાણીતી શૈક્ષણિક સંસ્થાની બનાવટી ડિગ્રી અને માર્કશીટ રજૂ કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જય પટેલ નામના યુવકે અમેરિકા જવા માટે ઓનલાઈન વિઝા અરજી કરી હતી. આ અરજી સાથે તેણે શૈક્ષણિક દસ્તાવેજો તરીકે દિલ્હીની 'રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ' (RGITM) ની ડિગ્રી રજૂ કરી હતી. ડિગ્રી સર્ટિફિકેટ શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે જય પટેલના નામે આવી કોઈ ડિગ્રી ઈશ્યૂ કરવામાં આવી જ નથી અને તમામ દસ્તાવેજો તદ્દન બનાવટી છે. આ ઘટનામાં બનાવટી સર્ટીફીકેટ આપનાર ધ્રુતી નામના મહિલાની પણ સંડોવણી સામે આવી છે અને તેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ક્રાઈમબ્રાંચે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો