નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનનું વધુ એક કારસ્તાન, કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સીટીના ફોટો આવ્યા સામે
નકલી જજ તરીકેની ઓળખ આપનાર મોરીસ ક્રિશ્ચિયનનું વધુ એક કારનામુ સામે આવ્યું છે. જ્યાં મોરીસ

નકલી જજ તરીકેની ઓળખ આપનાર મોરીસ ક્રિશ્ચિયનનું વધુ એક કારનામુ સામે આવ્યું છે. જ્યાં મોરીસ ક્રિશ્ચિયનના કારનામાંના પડઘા આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. આરોપીની આંતરરાષ્ટ્રીય લો ડીગ્રી સામે પણ સવાલ ઉભા થયા છે. જેમાં આરોપી મોરીસે સેમ્યુઅલનાં કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સીટીના ફોટો વાયરલ થયા હતા.
કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સીટીના ફોટો વાયરલ
યુનિવર્સીટી દ્વારા ભારત દેશમાં નકલી ડીગ્રી અંગે નોટિસ જાહેર કરાઈ છે. ફેક સર્ટીફીકેટ અને અન્ય મામલાઓને લઈને ચેતવણી જાહેર કરી છે.
આ યુનિ.ની ડીગ્રી છે કે નહી તે સવાલ
કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સીટીએ કહ્યું કે જો કોઈપણ છેતરપીંડી થાય તો યુનિ.ની જવાબદારી રહેશે નહીં.ત્યારે સવાલ થાય છે કે શું ખરેખર મોરીસ સેમ્યુઅલ પાસે આ યુનિ.ની ડીગ્રી છે કે નહી તે સવાલ ઉઠી રહ્યો છે.






