સુરતમાં સમાજના સ્નેહમિલનની સાથે ભળ્યો એક્ઝિબિશનનો રંગ, મહિલાઓને પૂરું પડાયું પ્લેટફોર્મ
સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એક તાંતણે બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે. ત્યારે સ

સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એક તાંતણે બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુઃખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલનની સાથે સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. તો ઘરબેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પણ સરસ મજાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું.
ધંધામાં સફળ થવા માર્ગદર્શન
સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ સમાજના પ્રમુખ ડો. અજય દેસાઈએ કહ્યું કે, અમે આ વખતે દેશમાં જે નારી શક્તિની વાત કરવામાં આવી રહી છે. તે ગૃહિણીઓ ઘર બેઠા કંઈને કઈ નાના મોટા કામ ધંધા કરે છે. તેમને પણ પ્લેટફોર્મ દ્વારા પોતાના ધંધાના વિસ્તરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અહીં તેઓ પોતાના કાર્યને સમાજ સમક્ષ ઉજાગર કરીને કંઈક નવું કરી શકે તે માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સમાજ દ્વારા કંઈક નવો રાહ ચિંધવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સ્નેહમિલનથી એક્ઝિબિશન
જય શૈલેષભાઈ દેસાઈએ કહ્યું કે, અમારા આ એક્ઝિબિશન થકી સ્નેહ મિલન પણ થશે અને એક એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે. લગભગ 20,000 લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યા છે. ત્યારે આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા તમામ વેપારીઓ ઉદ્યોગકારોને તેમની વસ્તુઓના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારનું આયોજન અમે ત્રીજીવાર કર્યું છે, અને આગામી સમયમાં પણ કરતા રહીશું.








