સુરતમાં કોલેજિયને વટાવી વિકૃતિની હદ્દ, રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સુરતમાં કોલેજિય યુવકે વિકૃતિની હદ વટાવી હતી. જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી

સુરતમાં કોલેજિય યુવકે વિકૃતિની હદ વટાવી હતી. જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. છેલ્લા 3 મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરી યુવક બીભત્સ હરકત કરતા જહાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં દુકાનની આડમાં ધમધમતું કૂટણખાનું, દેહ વ્યાપાર કરતી 7 લલનાઓ સહિત 3 ગ્રાહકો પકડાયાં
3 મહિનાથી હેરાન કરતો
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ બંને આ જ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે બાળકોને અભ્યાસ કરાવે છે. 3 મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ પર આવતી હતી. ત્યારે કોલેજનો અભ્યાસ કરતાં સચીન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા બાઈક પર આવી બીભત્સ ઇશારા કરી હેરાન કરવા લાગ્યો હતો. આ મામલે યુવતીઓ પરિવારને જાણ કરતા પરીવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું.
ગંદી હરકતો કરતો
ગઇ કાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવી ઘરે પરત જતી હતી ત્યારે ફરી સચીન બાઈક પર આવી યુવતીઓને સેકસ કરવાનું છે સેકસ કહી છેડવા લાગ્યો હતો.બંને યુવતી સચીન ની વાતને અવગણતા સચીન જાહેર રસ્તા પર અંધારું હોવાથી બંને યુવતી સામે પેન્ટ ઉતારી બીભત્સ હરકત કરવા લાગ્યો હતો. બંને યુવતી સચીનની ગંદી હરકતો જોઈ ગભરાઈને ત્યાંથી નીકળી ગઇ હતી.બંને યુવતી સમગ્ર હકિકત પરિવારને જણાવતાં પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.પરિવારના સભ્યો આ મામલે જહાંગીરપુરા પોલીસનાં શરણે પહોંચી ગયા હતા. પોલીસે યુવતીની ફરિયાદ લઈ સચીન ઝીંઝુવાડિયા વિરૂદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી.
ટોપી અને માસ્ક પહેરી બાઈક પર આવતો
જહાંગીરપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ કરાવતી બે યુવતીઓને ત્રણ મહિના પેહલા સચીન બાઈક પર ટોપી અને માસ્ક પહેરી આવી છેડતી કરતો હતો.સમગ્ર મામલે પરિવારને જાણ કરતા પરિવાર સચીન ફરી વખત આ હરકત કરે તેની રાહ જોવાનું કહી મામલાને ગંભીરતા પૂર્વક લીધી ન હતી. સચીનની હરકતો નજરઅંદાજ કરતાં ફરી સચીનની હિંમત વધી હતી. સચીન બંને યુવતીઓને ફરી તેની ઓળખ થઈ નહિ તે રીતે આવી યુવતીઓને સેકસ કરવા ચાલો તેમ કહી હેરાન કરવા લાગ્યો અને બાદમાં પેન્ટ ઉતરી બીભત્સ હરકત કરવા લાગ્યો હતો.








