જામનગર : ધ્રોલમાં જૂની બિલ્ડીંગ ધરાશાઈ થતા બે બાળકો દટાયા, એકનું મોત
જામનગરના ધ્રોલમાં જૂની બિલ્ડીંગ ધરાશાઈ થઈ છે. જેમાં બેથી વધુ બાળકો દટાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બ

જામનગરના ધ્રોલમાં જૂની બિલ્ડીંગ ધરાશાઈ થઈ છે. જેમાં બેથી વધુ બાળકો દટાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બીજી તરફ જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગરના ધ્રોલમાં આવેલી નૂરી હાઇસ્કુલ પાસે જૂની બિલ્ડીંગ ધરાશાઈ થતા બે જેટલા બાળકો દટાયા હતા. જે પૈકી એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક બાળક ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બીજી તરફ આ બનાવના પગલે સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્રને જાણ કરતા જેસીબીની મદદથી બાળકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.






