ઠંડીનું જોર વધ્યું: અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો, 12.2 ડિગ્રી સાથે દહોદ ઠંડુગાર
Gujarat Weather Update: અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં સળંગ ચોથી રાત્રે

Gujarat Weather Update: અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં સળંગ ચોથી રાત્રેના 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર તબક્કાવાર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગત રાત્રિના દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. આ સિવાય શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં અમદાવાદ, દાહોદ ઉપરાંત ગાંધીનગર, અમરેલી, નલિયા, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 15.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.9 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ જ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
ક્યાં સૌથી નીચું તાપમાન?
| શહેર | તાપમાન (°C) |
| દાહોદ | 12.2 |
| ગાંધીનગર | 13.8 |
| અમરેલી | 14.0 |
| નાલિયા | 14.1 |
| રાજકોટ | 14.8 |
| અમદાવાદ | 15.2 |
| વડોદરા | 15.2 |
| ડીસા | 16.9 |
| પોરબંદર | 16.9 |
| ભાવનગર | 17.0 |
| વલસાડ | 17.0 |
| ભુજ | 17.8 |
| કંડલા | 18.0 |
| સુરત | 18.2 |






