વલસાડ જિલ્લામાં પવનના સુસવાટા સાથે ઠંડીનો ચમકારો, લોકોને બેવડી ઋતુનો અનુભવ
રાજ્ય હવામાન વિભાગની આગાહીને પ્રમાણે વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો જોવા મળ્યો હત

રાજ્ય હવામાન વિભાગની આગાહીને પ્રમાણે વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી વલસાડ શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ખુલ્લું હવામાન રહેવાથી દિવસ દરમ્યાન તડકાનો પડશે. જેને લઈને દિવસ દરમ્યાન ઠંડીની અનુભૂતિ નહીં દેખાઈ શુક્રવારે વહેલી સવારે વલસાડ શહેરમાં ઠંડીનું તાપમાન યથાવત રહી 19 ડીગ્રી ઉપર પહોંચ્યું હતું. જેને લઈને સ્થાનિક લોકો વહેલી સવારે ફુલગુલાબી ઠંડીમાં ઠુઠવાય હતા.
આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશન પાસેના સિટી બસ સ્ટેન્ડને ખસેડવા લેવાયો નિર્ણય, જગ્યા પસંદ કરી લેવાઈ
તાપમાનમાં ઘટાડો
વાદળ છાયું હવામાન ખુલી જતા ધુમ્મસ જોવા મળ્યું ન હતું. છેલ્લા 2 દિવસથી વલસાડ શહેરમાં 19 ડીગ્રી તાપમાન રહ્યું હતું. વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ ઠંડીમાં ઠુઠવાયા હતા. જ્યારે યુવક યુવતીઓ અને મહિલાઓ ઠંડી સામે રક્ષણ મેળવવા મોર્નિંગ વોક સહિત અલગ અલગ કસરત કરતા અને ફૂલ ગુલાબી ઠંડીની મઝા માણતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તડકો નીકળતા દિવસ દરમ્યાન તાપમાન 31 ડીગ્રી સુધી જવાની સંભાવના છે. બપોરે લોકોને ગરમી નો અનુભવ થશે.
ડબલ ઋતુનો અનુભવ
19 ડીગ્રી તાપમાન નોંધતા સ્થાનિક લોકો ફૂલ ગુલાબી ઠંડીની મઝા માણી હતી. જ્યારે દિવસ દરમ્યાન ખુલ્લા વર્તવારણને લઈને બપોરે 12 વાગ્યા બાદ ગરમીનો પારો વધીને 31 ડીગ્રી સુધી પહોંચ્યું. સાંજ સુધી 26 ડીગ્રી સુધી તાપમાન રહેશે જેને લઈને દિવસ દરમ્યાન લોકોને ગરમીનો અનુભવ થશે. દિવસ દરમ્યાન ગરમીથી બચવા લોકોએ પાંખનો ઉપયોગ કરવો પરશે. સ્થાનિક લોકો ડબલ ઋતુનો અનુભવ કરશે. વલસાડ શહેરમાં વહેલી સવારથી ખુલ્લું વર્તવારણ જોવા મળ્યું હતું. વલસાડ શહેરમાં ઠંડી સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.








