મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વલસાડ નજીક પશ્ચિમ એક્સપ્રેસના ડબ્બા એન્જિનથી છૂટા પડ્યા, અનેક ટ્રેનો મોડી પડી

વલસાડ નજીક બાંદ્રાથી નીકળી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસના કોચ એન્જિનથી છૂટા પડી જતા મુસાફરોના જી

વલસાડ નજીક બાંદ્રાથી નીકળી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસના કોચ એન્જિનથી છૂટા પડી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. રેલવે તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડબ્બાઓને જોડવાની કામગીરી હાથ ધરી હતી. 

મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહારને અસર 

પ્રાપ્ત માહિતી મુજબ બાંદ્રા ટર્મિનસથી અમૃતસર જવા નીકળેલી અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસના એન્જિનથી પાંચ અને છ નંબરના કોચ વાણગાંવ અને દહાણુ વચ્ચે છૂટા પડી જતાં અનકપલીંગની ઘટના સર્જાઈ હતી, જે બાદ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. રેલવે તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડબ્બાઓને જોડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો 30 થી 40 મિનિટ મોડી પડી હતી.

આ સમાચાર શેર કરો