લગ્નની લાલચ આપી મહિલા સાથે કાપડના વેપારીએ બાંધ્યા શારીરિક સંબંધ, 64 લાખ પણ પડાવી લીધા
આજકાલ લગ્ન માટે ઓનલાઈન પાર્ટનર શોધવાનો ચાલતો ટ્રેન્ડ મોંઘો પડી શકે તેવી ઘટના સામ

આજકાલ લગ્ન માટે ઓનલાઈન પાર્ટનર શોધવાનો ચાલતો ટ્રેન્ડ મોંઘો પડી શકે તેવી ઘટના સામે આવી છે. શાદી ડોટ કોમથી મહિલાનો સંપર્ક કરી લગ્ન કરવાના સપના બતાવી વડોદરાના કાપડના વેપારીએ 64 લાખની રકમ પડાવી હતી. વેપારીએ મહિલા સાથે શારીરિક સંબધ બાંધી લગ્ન નહિ કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
આ પણ વાંચોઃસુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં
મહિલાનો પતિ જતો રહ્યો હતો
મહિલાએ વેસુ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કાપડના વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીને વડોદરાથી પકડી લાવી ધરપકડ કરી છે.વેસુ વિસ્તારમાં રહેતી 49 વર્ષીય મહિલા તેના બે સંતાનો સાથે રહેતી હતી. અગાઉ 6 વર્ષ પહેલા તેનો પતિ ઘરેથી જતો રહ્યો હતો. જે બાબતે મહિલાએ મિસિંગની ફરિયાદ પોલીસમાં આપી હતી. મહિલાએ શાદી ડોટ કોમ પર પોતાની પ્રોફાઇલ મુકી હતી.
ધંધાના નામે રૂપિયા પડાવ્યા
જે પ્રોફાઇલના આધારે વડોદરાના કાપડના વેપારીએ જોઇ તેનો સંપર્ક કર્યો હતો. કેમ કે વેપારી સુરેશની પત્ની અવસાન પામી હતી અને તે એકલો રહેતો હતો. આથી તેણે મહિલાને લગ્ન કરવાના સપના બતાવ્યા હતા. પછી તેને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ધંધા માટે ટુકડે ટુકડે કરી 64 લાખ રૂપિયાની રકમ પડાવી હતી. મહિલા જોડે આરોપી વેપારીએ તેના ઘરે અને મુંબઈ ખાતે હોટેલમાં શારીરિક સંબધ બાંધ્યા હતા. જ્યારે મહિલાએ તેને લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે ના પાડી ગાળો આપી હતી. ઉપરથી મહિલાની લાખોની રકમ પણ આપતો ન હતો. જેના કારણે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી.








