Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : aged man brought a girl to her house in the name of giving prasad

સુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં

સુરતમાં નાની ઉંમરની સગીરા-કિશોરીઓ પર ખરાબ કૃત્યોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી પર આધેડે નજર બગાડી હતી. કુંવારી છોકરીઓને પ્રસાદ આપવાનો છે તેમ કહીને ઘરે આવ્યો હતો. બાદમાં કિશોરીને બાહુપાશમાં લઈને કીસ કરી લીધી હતી.જેથી કિશોરીના પરિવારજનોએ પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃપવિત્ર યાત્રાધામમાં સગીરા પર 6 નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, બેભાન અવસ્થામાં છોડીને ફરાર

પ્રસાદી આપવાના નામે ઘરે આવ્યો

મળતી વિગતો અનુસાર વરાછાના લાભેશ્વર પોલીસ ચોકી પાસે અમૃત કાચરોલા(ઉ.વ.આ.57)ના તેના ઘર પાસે રહેતી માત્ર 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી. કિશોરી તેની માતા સાથે ઘરમાં એકલી હતી. ત્યારે અમૃત કાચરોલા ઘરની અંદર ભગવાનની પ્રસાદી કુંવારી દીકરીઓને આપવાની છે, તેમ કહીને આવ્યો હતો.

કિશોરીએ બૂમો પાડી

અમૃત કાચરોલા ઘરે આવ્યો ત્યારે દીકરીની માતા ઘરમાં કામ કરતી હતી. એ તકનો લાભ લઈને અમૃતે કિશોરીને બાહુપાશમાં પકડી લીધી હતી. શારીરિક અડપલાં કર્યા હતા. જેથી આખરે કિશોરીએ બૂમો પાડતા તેની માતા આવી ગઈ હતી. અમૃત ત્યાંથી ભાગી ગયો હતો. જેથી કિશોરીએ તમામ હકીકત તેની માતાને જણાવી હતી. જેથી પરિવારે ગુનો દાખલ કરાવ્યો હતો.