Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : 6 persons gang-raped a minor, Escaped leaving her unconscious

પવિત્ર યાત્રાધામમાં સગીરા પર 6 નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, બેભાન અવસ્થામાં છોડીને ફરાર

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2024
લાઇવ ટીવીGoogle News
પવિત્ર યાત્રાધામમાં સગીરા પર 6 નરાધમોનું સામૂહિક દુષ્કર્મ,  બેભાન અવસ્થામાં છોડીને ફરાર

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગુનાખોરીના ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. સતત ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં સગીર પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

App Store

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પિતા-પુત્રનો ડબલ મર્ડર કેસ ટ્રિપલ હત્યામાં ફેરવાયો

15 વર્ષીય સગીરાને શખ્સ બાઈક પર બેસાડીને લઈ ગયો

માહિતી અનુસાર 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નિકળી હતી. તે દરમિયાન ઓળખીતા વ્યક્તિએ તેને બાઈક પર બેસાડી લીધી હતી. ત્યારબાદ અવાવરુ જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સાથે મળીને સામૂહિક દુષ્કર્મને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. 

રોડની બાજુમાં જ અવાવરુ જગ્યાએ તકનો લાભ લીધો

પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામમાં કલંકરૂપ ઘટના સામે આવી છે. ઓળખીતો વ્યક્તિ પીડિતાને બાઈક પર  લઈ ગયો હતો. ત્યાં 6 નરાધમોએ રોડની બાજુમાં જ અવાવરુ જગ્યાએ તકનો લાભ લીધો અને સગીરાને પીંખી નાખી હતી. જેના લીધે તે બેભાન થઇ ગઇ હતી.

નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા

પોલીસને આ ઘટનાની જાણકારી મળતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માહિતી અનુસાર નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી હાધ ધરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણીનો વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યા લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમોએ વારાફતી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરના બૂમો ના પાડે તે માટે તેના મોંઢામાં ડૂચો લગાવી દીધો હતો. પવિત્ર યાત્રાધામમાં બળાત્કાર ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. આરોપીને જલદીમાં જલદી પકડી કડકમાં કડક કાર્યવાહી માંગ કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.