જૂથવાદ કે નિયમ?: રાજકોટ મનપામાં નેહલ શુક્લની હાજરી મુદ્દે તકરાર, સેક્રેટરીના પત્રથી રાજકારણ ગરમાયું
રાજકોટ મહાનગરપાલિકાના સીનિયર કોર્પોરેટર નેહલ શુક્લ સતત ત્રણ જનરલ બોર્
રાજકોટ મહાનગરપાલિકાના સીનિયર કોર્પોરેટર નેહલ શુક્લ સતત ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા તેમને બરતરફ કરવા અંગે ઇન્ચાર્જ સેક્રેટરીએ કમિશનરને પત્ર લખતા વિવાદ વકર્યો છે. આ મામલે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને નેહલ શુક્લ પોતે મીડિયા સમક્ષ આવ્યા છે.
જયમીન ઠાકરનું નિવેદન: 'અમે નેહલભાઈની સાથે છીએ'
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પક્ષમાં કોઈ પણ પ્રકારના જૂથવાદનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે ઇન્ચાર્જ સેક્રેટરીએ ત્રણ બોર્ડમાં ગેરહાજરીની જાણ કરી છે, પરંતુ જનરલ બોર્ડની બુક જોતા તેમાં એક બોર્ડમાં રજા રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. જયમીન ઠાકરે સ્પષ્ટ કહ્યું કે, રજા રિપોર્ટ હોય તો કોર્પોરેટર બરતરફ ન થઈ શકે તેવું તેઓ માને છે.
સેક્રેટરીના દાવા મુજબ જો રજા રિપોર્ટ હોવા છતાં ગેરહાજરી ગણાય, તો આ મામલે ભાજપ દ્વારા લીગલ અભિપ્રાય લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તમામ કોર્પોરેટરો નેહલભાઈની સાથે છે.
નેહલ શુક્લનો વળતો પ્રહાર: 'પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું અને ઉઠાવતો રહીશ'
બરતરફીના પત્ર બાદ મીડિયા સમક્ષ આવેલા નેહલ શુક્લએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે BPMC એક્ટ મુજબ જો રજા રિપોર્ટ મૂકેલો હોય તો બરતરફીની કાર્યવાહી થઈ શકે નહીં. તેઓ નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોમાં હાજર રહ્યા છે. નેહલ શુક્લએ આક્ષેપ કર્યો કે સેક્રેટરીએ પોતાની સેફસાઈડ માટે અથવા કોઈની સલાહ મુજબ કમિશનરને આ પત્ર લખ્યો હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ જનતાના પ્રશ્નો પોતાની સમજણ મુજબ ઉઠાવતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ ઉઠાવતા રહેશે.






