મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

MEHSANA : વિજાપુરની શાળામાં સિરીઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત

Mehsana News : મહેસાણા જિલ્લાના વિજાપુરની એક શાળામાં સિરીઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્

MEHSANA : વિજાપુરની શાળામાં સિરીઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત

Mehsana News : મહેસાણા જિલ્લાના વિજાપુરની એક શાળામાં સિરીઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત થયું છે, જયારે 2 બાળક અને 2 કારીગર સારવાર હેઠળ છે. શાળામાં ગરબા હોવાથી સ્કૂલને સજાવવામાં આવી રહી હતી, એ દરમિયાન આ ઘટના ઘટી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ વિજાપુરની સેન્ટ જોસેફ વિજાપુર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં ગરબા હોવાથી શાળાને સજાવવામાં આવી રહી હતી. શાળામાં સિરીઝ લગાવતા સમયે 3 બાળકો અને 2 કારીગરને કરંટ લાગ્યો હતો. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાંથી ધોરણ-9ના એક વિદ્યાર્થીનું મોત થયું છે. 

1 કારીગર અને 2 બાળકો ઉમિયા સર્જીકલ હોસ્પિટલ વિજાપુરમાં સારવાર હેઠળ છે, જયારે અન્ય એક કારીગર યશ હોસ્પિટલ વિજાપુરમાં સારવાર હેઠળ છે. 

મૃતક વિદ્યાર્થીનું નામ આર્યરાજસિંહ ઉપેન્દ્રસિંહ સિસોદિયા હોવાનું અને તે સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે શાળામાં જઈને તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો