મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગર : ધોરણ-3ના બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરારમાં એકે આંખ ગુમાવી

Jamnagar News : જામનગર શહેરમાં ધોરણ-3માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરારમાં એક વિદ્યા

જામનગર : ધોરણ-3ના બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરારમાં એકે આંખ ગુમાવી

Jamnagar News : જામનગર શહેરમાં ધોરણ-3માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરારમાં એક વિદ્યાર્થીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. 

પેન વાગતા આંખ ફૂટી ગઈ 

જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત યાદવનગર વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં ગત શનિવારે આ ઘટના ઘટી હતી. કોઈ બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થતા ધોરણ-3માં અભ્યાસ કરતા શેખર ચૌહાણને બીજા વિદ્યાર્થીએ આંખમાં પેન મારી દીધી હતી, જેના કારણે શેખર ચૌહાણની જમણી આંખ ફૂટી ગઈ હતી. આ વિદ્યાર્થીને સારવાર મારે જી.જી. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

શિક્ષક અને શાળાના આચાર્યને નોટીસ

આ ઘટના એવા સમયે બની હતી, જયારે વર્ગખંડના શિક્ષક કોઈ કામથી વર્ગમાંથી બહાર ગયા હતા. આ સમગ્ર મામલાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ગંભીર નોંધ લઈને શાળાના શિક્ષક અને આચાર્યને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. 

આ સમાચાર શેર કરો