મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરણ 10નું આવતીકાલે જાહેર થશે પરિણામ, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

આવતી કાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણા

ધોરણ 10નું આવતીકાલે જાહેર થશે પરિણામ, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

આવતી કાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકાશે. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી.

ધોરણ 10નું પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ gseb.org ( https://www.gseb.org/ ) વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. આ સિવાય વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ જાણી શકાશે.

GSEB ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ.
સ્ટેપ 1: ગુજરાત SSC રીઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 2: રીઝલ્ટ લિંકમાં રોલ નંબર એન્ટર કરો.
સ્ટેપ 3: GSEB માર્કશીટ જોવા મળશે.
સ્ટેપ 4: ભવિષ્યના સંદર્ભ માટે ગુજરાત ધોરણ 10ની માર્કશીટ ડાઉનલોડ કરો.

આ સમાચાર શેર કરો