મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Tapi news: કુકરમુંડામાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે થયું ઘર્ષણ, પથ્થરમારામાં 8 લોકો ઈજાગ્રસ્ત

રાજ્યના તાપીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. તાપી જિલ્લાન

Tapi news: કુકરમુંડામાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે થયું ઘર્ષણ, પથ્થરમારામાં 8 લોકો ઈજાગ્રસ્ત

રાજ્યના તાપીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ખાટીક ફળિયામાં બે સમુદાયના ટોળાઓ આમને સામને આવી ગયા હતા. બંને તરફથી પથ્થરમારો થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં અંદાજે 7 થી 8 લોકોને ઈજા પહોંચ્યાની માહિતી મળી છે.

સાથે સાથે સ્થળ પર હાજર  કેટલાક વાહનોના કાચ પણ તૂટ્યા

સાથે સાથે સ્થળ પર હાજર  કેટલાક વાહનોના કાચ પણ તૂટ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાપી જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાત્રિના સમયે સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ પરિસ્થિતિ શાંત અને નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પોલીસની તાકીદની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ શંકાસ્પદ શખસોની રાત્રે જ અટકાયત કરી હતી. ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કુકરમુંડામાં એસઆરપી (SRP) સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણમાં છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હિંસા ભડકાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો