મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD / શાંતિ બિઝનેસ સ્કૂલમાં સિનિયર-જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, 14 ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ

AHMEDABAD / શાંતિ બિઝનેસ સ્કૂલમાં સિનિયર-જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, 14 ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. એક વિદ્યાર્થિનીએ પોતાના પરિવારજનોને બોલાવીને સ્કૂલ  કેમ્પસમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફનો જીવ જોખમમાં મુક્યો હતો.

વિદ્યાર્થિનીએ પોતાના પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીનો ભાઈ ફિલ્મી અંદાજમાં થાર ગાડી ચલાવી સ્કૂલનો ગેટ અને દિવાલ તોડીને  વિદ્યાર્થીઓને પર થાર ગાડી ચાલવી દીધી હતી. 

આ બનાવમાં 14થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે ત્યારે 300થી પણ વિદ્યાર્થીઓ હાજર હતા. આ ઘટના બાદ શાંતિ બિઝનેસ સ્કૂલ પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા  વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાંચ સભ્યોની ડિસિપ્લિન કમિટીની રચના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના કોલેજના કેમ્પસમાં ન બને તે માટે સ્કૂલ ઓથોરિટી સ્કૂલમાં નિયમો કડક કરશે. 

આ સમાચાર શેર કરો